ઝઘડિયા GIDCમાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ, ધારાસભ્ય રિતેશ વસાવાએ શ્રમિકોને ભોજન પીરસ્યું

ભરૂચ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી અને ઝધડીયા જીઆઈડીસી એમ બે કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ

***

*રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે અંકલેશ્વર ખાતે અને ધારાસભ્ય શ્રી રિતેશ વસાવાએ ઝધડીયા જીઆઈડીસી ખાતે સ્વહસ્તે શ્રમિકોને ભોજન પીરસી આ કેન્દ્રોનો કરાવ્યો પ્રારંભ*

****

*આ અન્નપૂર્ણા કેન્દ્ર પર ઈ-નિર્માણ કાર્ડધારક શ્રમિકોને રૂ. ૫માં પૌષ્ટિક અને પોષણક્ષમ આહાર મળશે*

*****

ભરૂચ – શુક્રવાર – ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકો અને અને તેમના પરિવારજનોને ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને સમાનાંતર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય રીતેશ વસાવાએ ઝઘડીયા GIDC ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ભરતાં કડીયાનાકાની ખાતે કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખાતેથી મહાનુભાવોએ સ્વહસ્તે શ્રમિકોને ભોજન પીરસી અને સ્નેહભર્યો સંવાદ કર્યો હતો. આ સાથે જ ધન્વંતરી રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી આરોગ્યસેવાઓની જાણકારી મેળવી હતી.રાજ્યમંત્ર એ શ્રમિકોને સ્વહસ્તે નિર્માણકાર્ડ આપ્યા હતાં અને સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યોહતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે ઈ-નિર્માણ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યૂ.આર.કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રુ. ૫ના ટોકન દરે ટિફિન અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે.આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એકવાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન્ન પણ પીરસવામાં આવશે.આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજન ખર્ચમાં પણ રાહત થશે. રાજ્ય સરકારનો આ કલ્યાણકારી અભિગમ છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવાની નેમ દર્શાવે છે. ભરૂચ જિલ્લાના હજારો બાંધકામ શ્રમિકોને ઘરની નજીક જ પૌષ્ટિક આહાર મળી રહેશે, જે તેમના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, સરકારી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ઈરફાન ખત્રી

રાજપારડી

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો