મહીસાગરના ગોધર તાલુકા ખાતે ‘આત્મનિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન અભિયાન’ અંતર્ગત ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ

મહીસાગરના ગોધર તાલુકા ખાતે ‘આત્મનિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન અભિયાન’ અંતર્ગત ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ

રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વાવલંબનને વેગ આપવા માટે સતત સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના હેઠળ કડાણા તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ પારગીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ગોધર ખાતે ત્રણ દિવસીય વિશેષ તાલીમ શિબિરનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. ગોધર સ્થિત મની કાકાના ફાર્મ પર તા. ૧૫ થી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘આત્મનિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન અભિયાન’ અંતર્ગત ફાર્મ લાઇવલીહુડ વર્ટિકલ સાથે જોડાયેલી બહેનોને સઘન તાલીમ પુરી પાડવામાં આવી રહી છે.

તાલુકા લાઇવલીહૂડ મેનેજર એ. આર. સેલોત અને NRLM ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે આયોજિત આ તાલીમ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ સેલોત, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મનહરભાઈ, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર (BTM) જયદીપભાઈ તેમજ વિસ્તરણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ઉપસ્થિત બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન મહિલાઓ કૃષિ અને પશુપાલન થકી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે આજના સમયની તાતી જરૂરિયાત છે.

આ ત્રિ-દિવસીય તાલીમ વર્ગમાં સમગ્ર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાંથી ૬૦ જેટલી કૃષિ સખી, પશુ સખી તેમજ કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) બહેનો ઉત્સાહભેર જોડાઈ છે. શિબિર દરમિયાન તજજ્ઞ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત બહેનોને ગ્રામીણ સ્તરે કરવાની થતી વિવિધ ક્ષેત્રીય કામગીરી, અદ્યતન અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, પશુપાલન વ્યવસ્થાપન તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતીનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પોતાના ગામની અન્ય મહિલાઓને પણ આજીવિકા વૃદ્ધિ માટે પ્રેરિત કરી શકે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો