WAKANER:વાંકાનેરના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

WAKANER:વાંકાનેરના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું: સમથેરવા અને જામસર તાલુકા શાળાની કૃતિઓ તાલુકા કક્ષા માટે પસંદ

વાંકાનેર તાલુકાના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬ શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાયું હતું. આ વર્ષે પ્રદર્શનનો મુખ્ય વિષય “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન” રાખવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનમાં જામસર સીઆરસી હેઠળની તમામ શાળાઓના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ વિષયોને આવરી લેતા આકર્ષક તેમજ નવતર મોડેલ્સ અને કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનમાં રજૂ થયેલી તમામ કૃતિઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન નિર્ણાયકશ્રી દેત્રોજા તૃપલકુમારી તેમજ શ્રી ભાટિયા અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝીણવટભર્યા મૂલ્યાંકનના અંતે જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાની કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને જામસર સીઆરસી શ્રી નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, જામસર તાલુકા શાળાના આચાર્યશ્રી સોલંકી વિનોદભાઈ તેમજ ઉપસ્થિત વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને ડોમ્સ (Doms) કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આદ્રોજા જીગ્નેશભાઈ, શ્રી વિનુભાઈ વાઘેલા તેમજ શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવીને પાર પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત મહાનુભાવોએ શાળા પરિવારની કામગીરીને બિરદાવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો