જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજ કેમ્પસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ, એ.આઈ.એ. એવિએશન એલ.એલ.પી., એસ.એમ.એફ.જી. ઇન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ-જૂનાગઢ સહિતના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુ ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યુ યોજશે. આ ભરતીમેળામાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી, સ્નાતક કે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ( ૧૮ વર્ષ થી ૨૮ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.










