તારીખ ૩૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કાલોલ પોલીસ ટીમ દ્વારા “રન ફોર યુનિટી” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાલોલ નગરના પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડ માર્ગદર્શન હેઠળ આ ‘એકતા’ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત પોલીસ જવાનો અને તેમજ સ્થાનિક નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યાં દેશ અને રાજ્ય વ્યાપી કાર્યક્રમોના અનુસંધાને કાલોલ ખાતે યોજાયેલી આ યુનિટી માર્ચ કાલોલ પોલીસ સ્ટેશનથી પ્રારંભ થઈ નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ દરમિયાન પોલીસ જવાનોએ દેશપ્રેમના આ અનેરા મહોત્સવ સમાન ‘રન ફોર યુનિટી’ માર્ચના અંતે ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સામુહિક રીતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના શપથ લીધા હતા. ત્યારબાદ મોડી સાંજે એકતાનગર ખાતે યોજાયેલ આ સમગ્ર ભવ્ય સમારોહનું કાલૂ પોલીસ સ્ટેશન પરિસરમાં મોટી એલઇડી સ્ક્રીન લગાવીને જીવંત (લાઈવ) પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. મોડી સાંજે આયોજિત આ લાઈવ પ્રસારણને નિહાળવા માટે પોલીસ સ્ટેશનના અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરિસરમાં ઉપસ્થિત સૌ નાગરિકો અને જવાનોએ સાથે બેસીને દેશની શાન સમા કાર્યક્રમને ગૌરવભેર નિહાળ્યો હતો. કાલોલ પોલીસના આ સરાહનીય આયોજનથી સમગ્ર વિસ્તારમાં દેશપ્રેમ, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.










