MORBI:મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ‘ડૉ. કે. જે. નથવાણી – સોશિયો મેડિકલ એવોર્ડ 2026’

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા
મોરબી: મોરબીના જાણીતા સ્કિન, એસ્થેટિક અને લેસર નિષ્ણાત *ડૉ. જયેશ સનારિયા ને* તબીબી સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ક્ષેત્રે સતત અને નોંધપાત્ર યોગદાન બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત *“Dr. K. J. Nathwani – Socio Medical Award”* તા. 31 ઓક્ટોબર, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે *National IMA President Dr.Anil Nayak અને State President Dr.Anil Patel* ના હસ્તે એમના *પિતાશ્રી અમુભાઈ સનારિયા અને માતૃશ્રી મંજુલાબેન સનારિયા

ની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો.
1. તબીબી સેવા: છેલ્લા 19 વર્ષથી સ્પર્શ સ્કિન, એસ્થેટિક અને લેસર સેન્ટર, મોરબી ખાતે ત્વચા, વાળ, નખ, કોસ્મેટિક અને લેસર સારવાર ક્ષેત્રે આધુનિક સેવાઓ.
2. સામાજિક અને જનજાગૃતિ સેવા:તબીબી વ્યવસાયને માત્ર સારવાર પૂરતો સીમિત ન રાખતા વર્ષોથી નિઃશુલ્ક નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, શાળા-કોલેજોમાં હેલ્થ અવેરનેસ લેક્ચર.
3.જરૂરિયાતમંદો માટે સેવા: જરૂરિયાતમંદ દર્દીઓ, આર્મી જવાનોના પરિવારો સહિત વિવિધ વર્ગો માટે નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર.
4. રોગો અંગે જનજાગૃતિ:વિશ્વ સોરાયસિસ દિવસ , વિશ્વ કોઢ દિવસ ,વિશ્વ એઈડ્સ દિવસ , વિશ્વ રક્તપિત્ત દિવસ તથા વિશ્વ સ્કીન હેલ્થ દિવસ દરમ્યાન વિવિધ રોગો અંગે જાગૃતિ અને વિવિધ તહેવારો દરમિયાન ત્વચા અને સામાન્ય આરોગ્યની કાળજી અંગે માર્ગદર્શન.
5. *IMAમાં સક્રિય ભૂમિકા: IMA મોરબીની વિવિધ આરોગ્યલક્ષી, સામાજિક અને જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં સતત સક્રિય યોગદાન.

6. શૈક્ષણિક અને સંશોધન:* તેમના તબીબી સંશોધન પત્રો તથા પોસ્ટરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયા છે. IMA તથા સ્પર્શ ક્લિનિકને અગાઉ પણ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સન્માનો પ્રાપ્ત થયા છે.
સમગ્ર ગુજરાતના 41,000* IMA ના સભ્યોમાંથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સન્માનથી મોરબીના તબીબી ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે અને વિવિધ ક્ષેત્રોમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.











