MORBI:મોરબી જિલ્લા વહીવટી તંત્ર ‘મોરબી વિકાસ વાટિકા–2025’ નું મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું


મોરબી જિલ્લાના વિકાસકાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી ‘મોરબી વિકાસ વાટિકા–2025’ નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્માણ તથા જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદન કરવામાં આવ્યું છે. આ પુસ્તિકાનું મોરબી ખાતે યોજાયેલા સ્વદેશી મેળાના પ્રસંગે મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં વિમોચન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકાશનમાં મોરબી જિલ્લાના વિકાસની ઝાંખી, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો, ઉદ્યોગો તથા જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાહિત્યના માધ્યમથી નાગરિકોને મોરબી જિલ્લાના વિકાસ અને વિશેષતાઓ વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રકાશન માટે માર્ગદર્શક તરીકે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા મંત્રીશ્રી કાંતિલાલ અમૃતીયા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, મોરબી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સ્વપ્નિલ ખરે (IAS), સહયોગી તરીકે જિલ્લા આયોજન અધિકારીશ્રી વી.બી. માંડલિયા તેમજ તથા સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરા તથા માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજાનું યોગદાન રહ્યું છે.

આ પ્રકારના માહિતીપ્રદ સાહિત્યના વિતરણથી સ્થાનિક વિકાસ મોરબીની આગવી ઓળખ લોકો સુધી પહોંચી છે. જનજાગૃતિ અને મોરબીના વિકાસની માહિતી લોકો સુધી પહોંચાડવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.











