TANKARA:ટંકારાના વિરપર ગામે ધર્મ અને કલાનો અદ્ભુત સમન્વય:ગૌસેવા માટે એક જ રાતમાં ₹૩૨ લાખનો લોકફાળો એકત્રિત

TANKARA: ટંકારાના વિરપર ગામે ધર્મ અને કલાનો અદ્ભુત સમન્વય:ગૌસેવા માટે એક જ રાતમાં ₹૩૨ લાખનો લોકફાળો એકત્રિત

મોરબી:આધુનિક યુગમાં જ્યાં નાટ્યકલા વિસરાતી જઈ રહી છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામે યુવાનો દ્વારા એક અનુકરણીય પહેલ જોવા મળી છે. ગામના ‘શ્રી ગૌ સેવા યુવક મંડળ’ દ્વારા કામધેનુ ગૌ આશ્રમના નિભાવ માટે એક જ રાત્રે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને દાતાઓએ ઉમળકાભેર સહયોગ આપીને ₹૩૨ લાખ રૂપિયા જેટલું મસમોટું ભંડોળ એકત્રિત કર્યું હતું.

ગામના યુવાનોએ જ ભજવ્યા પાત્રો – વિરપર ગામે ‘કામધેનુ ગૌ આશ્રમ’ શરૂ કરવામાં આવ્યો છે, જેના નિભાવ માટે દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટક યોજવાની પરંપરા છે. આ વર્ષે ઐતિહાસિક નાટક ‘વીર માગળા વાળો’ (યાને ભૂત રોવે ભેકાર) અને હાસ્યરસથી ભરપૂર કોમિક નાટક ‘ઘળાવગરનો ધણી’ રજૂ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ નાટકોમાં કોઈ વ્યાવસાયિક કલાકારો નહીં, પરંતુ ગામના જ ઉત્સાહી યુવાનોએ પોતાના કામધંધા સાચવીને, આખો મહિનો સખત રિહર્સલ કરીને વિવિધ પાત્રો ભજવ્યા હતા અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત આ કામધેનુ ગૌ આશ્રમમાં હાલમાં 170 જેટલી લૂલી, લંગડી, અશક્ત અને નધણિયાતી ગાયો સહિતના નાના-મોટા જીવો આશ્રય લઈ રહ્યા છે. વિશેષ વાત એ છે કે આ ગૌશાળા ક્યારેય ક્યાંય હાથ લંબાવ્યા વગર માત્ર આવા સાંસ્કૃતિક આયોજનો દ્વારા જ પોતાના ખર્ચાઓ ચલાવે છે.

ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકોનું ઉદાર દાન નાટક નિહાળવા માટે આવેલા ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો સુધીના સૌ કોઈએ સ્વૈચ્છિક રીતે ગૌસેવા માટે મુક્તમને દાન આપ્યું હતું. એકત્રિત થયેલી આ સંપૂર્ણ રકમ ગાયોના ઘાસચારા અને ગૌશાળાના નિભાવ માટે જ ખર્ચવામાં આવશે.

મોરબી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળાઓના સંચાલન માટે આ પ્રકારે નાટકો યોજીને ભંડોળ એકત્ર કરવાની સંસ્કૃતિ આજે પણ જીવંત છે, જે ગૌભક્તિ અને ગ્રામીણ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો