નારણ ગોહિલ લાખણી

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે વાવ-થરાદ જિલ્લા (બનાસકાંઠા) ના લાખણી તાલુકાના લાલપુર ગામે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ નિમિત્તે ગામમાં સરદાર પટેલના અપ્રતિમ યોગદાન અને તેમના વિચારોને યાદ કરીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા
ગામના યુવાનો, મહિલાઓ અને શાળાના બાળકો દ્વારા ‘એકતા યાત્રા’ (રન ફોર યુનિટી) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ (રાષ્ટ્રીય એકતા શપથ) લીધા હતા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશના ૫૬૨ થી વધુ રજવાડાઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના આદર્શો અને દેશપ્રેમ આજે પણ આપણને સૌને દેશહિતમાં કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
આ ઉજવણીમાં લાલપુર ગામના સરપંચ વણાભાઈ દેસાઈ ખૂમાભાઈ દેસાઈ નાગજી ભાઈ ઠાકોર બાબુ ભાઈ મેમણ સેધા ભાઈ મંત્રી રામાભાઈ પટેલ તલાટી કુશલ ચૌધરી ચાવોડ ગોવિંદ ભાઈ ભગવાન ભાઈ ચેરમેન વારજાંગ ભાઈ પટેલ બબીબેન દરજી નરશી ભાઈ vc શંકરભાઈ પેલીયાતર આચાર્ય નદીમ ભાઈ શિક્ષક અને પંચાયત પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ, શિક્ષકો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો








