અંકલેશ્વર NH-48 પરથી કન્ટેનરમાં ACની આડમાં દારૂ પકડાયો: SMCની ટીમે 11111 બોટલ વિદેશી દારુ અને 111 યુનિટ AC સહિત કુલ ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે કન્ટેનરમાં AC બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો.

SMC ટીમને બાતમી મળતા અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક હાઈવે પર વોચ ગોઠવી. શંકાસ્પદ કન્ટેનર આવતા જ ચાલક વાહન રોડ પર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો.

પોલીસે કન્ટેનર તપાસતા આગળ-પાછળ નવા AC બોક્સ ગોઠવી તેની પાછળ દારૂની પેટીઓ છુપાવેલી મળી. પોલીસે 11,111 દારૂની બોટલો (₹45.49 લાખ), 111 AC યુનિટ (₹55.50 લાખ) અને 1 કન્ટેનર (₹25 લાખ) સહિત કુલ ₹1.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર ચાલક અને મુખ્ય સૂત્રધારોને પકડવા તપાસ શરૂ કરી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો