નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા નાલાખણી તાલુકા માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. સરકારી માધ્યમિક શાળા, વાસણા (વાતમ) એ શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
ગત તારીખ 09/10/2026 ના રોજ SVS કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2026-27 સરસ્વતી વિદ્યાલય, લાખણી ખાતે યોજાયું હતું. જેમાં લાખણી તાલુકાની તમામ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. કુલ 5 વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં વાસણા (વાતમ) શાળાએ બે વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી તાલુકામાં ડંકો વગાડ્યો છે.
શાળાની સિદ્ધિઓ
૧ વિભાગ-૩માં પ્રથમ સ્થાન
કૃતિનું નામ: SMART HEALTH ATM
બાળ વૈજ્ઞાનિકો: અરવિંદ શંકરભાઈ રબારી અને રીતેશ ત્રિકમાભાઈ ચૌધરી
આ કૃતિ દ્વારા સરળતાથી દવા ઉપલબ્ધ કરાવી શકાશે તથા યોગ્ય ડોઝ તથા યોગ્ય ભાવથી દવા ઉપલબ્ધ કરાવી શકાશે આ સુવિધા 24×7 ઉપલબ્ધ હશે.
૨ વિભાગ-૫ માં પ્રથમ સ્થાન
કૃતિનું નામ: LIFE DETECTOR STICK (જીવન શોધક લાકડી)
બાળ વૈજ્ઞાનિકો: મમતા ચેનાજી પુરોહિત અને સિદ્ધિ કરશનભાઈ ચૌધરી
Life director stick
ભૂકંપ ના કારણે દટાયેલ લોકો ની શોધખોળ માટે એનએફસી મોડ્યુલ આધારીત સ્ટીક બનાવવામાં આવી જે ભૂકંપ બાદ દટાયેલા લોકોના જીવ બચાવવા માટે વપરાશે.
બંને કૃતિઓ હવે જિલ્લા કક્ષા એ પ્રદર્શન માટે પસંદગી પામી છે.
આ બંને બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપનાર શાળાના મહેનતુ શિક્ષકો નરેન્દ્રકુમાર વી. બ્રાહ્મણ અને પ્રહલાદકુમાર ડી. ઉપાધ્યાયની અથાગ મહેનત રંગ લાવી છે.
શાળાના આચાર્ય પ્રહલાદકુમાર બી. જોશી દ્વારા તમામ વિજેતા બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ પણ આવી જ સિદ્ધિ મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સિદ્ધિથી સમગ્ર વાસણા (વાતમ) ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓ કરતા ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપી શકે છે તે સાબિત થયું છે











