મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા બ્રાન્ચ શાળા નં.-૫ ની મુલાકાત લીધી: શાળાઓમાં બાળકો સાથે શારીરિક સજા કે ગેરવર્તણૂક સાંખી લેવાશે નહીં

*રીપોર્ટ આસીફ લુણાવાડા*

 

મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા બ્રાન્ચ શાળા નં.-૫ ની મુલાકાત લીધી: શાળાઓમાં બાળકો સાથે શારીરિક સજા કે ગેરવર્તણૂક સાંખી લેવાશે નહીં

 

મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થિત પ્રાથમિક શાળા બ્રાન્ચ નં.-૫ ખાતે બાળકો સાથે બનેલી મારપીટની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે આજ રોજ જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે બેઠક યોજી સમગ્ર ઘટના અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું હતું કે, શિક્ષણ નીતિ અને બાળ અધિકાર (Child Rights) અંતર્ગત શાળાઓમાં બાળકોને શારીરિક સજા (Corporal Punishment) કરવી કે ડરનો માહોલ ઊભો કરવો તદ્દન ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે. શાળામાં બાળકો નિર્ભય બનીને, પ્રેમ અને ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવી શકે તેવું હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની પ્રાથમિક અને મુખ્ય જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

 

કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ પણ તમામ શાળાઓને પરિપત્ર/પત્ર દ્વારા આ બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ચૂકી છે. આ ઘટના સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓને તાકીદ કરવામાં આવે છે કે ભવિષ્યમાં જો કોઈ પણ શાળામાં બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર કે અન્યાય થશે, તો શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મોટા બોરસરામાં ‘સ્વચ્છતા’ના દાવા સામે કચરાનું સામ્રાજ્ય! 1980ના ફોટાનો ટ્રેન્ડ અહીં હકીકત બની ગયો? ખુલ્લી ગટર, કચરાના ઢગલા અને ગંદુ પાણી વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સાથે રમત — સફાઈના નાણાં અને સરકારી ગ્રાન્ટના હિસાબની તટસ્થ તપાસની માંગ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો