MORBI:મોરબી તળવીયા શનાળા નજીકથી ₹૧.૯૪ લાખના વિદેશી દારૂ અને ઈકો કાર સાથે ધ્રાંગધ્રાનો શખ્સ ઝડપાયો

MORBI:મોરબી તળવીયા શનાળા નજીકથી ₹૧.૯૪ લાખના વિદેશી દારૂ અને ઈકો કાર સાથે ધ્રાંગધ્રાનો શખ્સ ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે તળવીયા શનાળા ગામ નજીક વોકળા પાસે દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂ, ઈકો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹૪,૦૯,૪૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત અનુસાર, મોરબી તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના તળવીયા શનાળાથી બેલા (રંગપર) જવાના કાચા રસ્તે તળાવીયા ગામના વોકળા પાસે એક સફેદ રંગની ઈકો કાર (રજી. નં. GJ-13-CE-4495) માં વિદેશી દારૂ ભરેલો છે અને તેનું કટિંગ/સગેવગે કરવાની કામગીરી ચાલી રહી છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેઇડ કરતા કારમાંથી વિદેશી દારૂની કુલ ૨૭૬ બોટલ (કિંમત ₹૧,૯૪,૪૬૦/-) મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત ₹૨,૦૦,૦૦૦/- ની કિંમતની ઈકો કાર તેમજ ₹૧૫,૦૦૦/- ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹૪,૦૯,૪૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાનો ડાયાભાઇ હડીયલ (ઉં.વ. ૨૧, રહે. રાવળીયાવદર, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડ્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો