MORBI:આવતીકાલે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન, હેલિપેડથી મંદિર સુધીના માર્ગોને અપાયો નવો ઓપ

MORBI:આવતીકાલે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન, હેલિપેડથી મંદિર સુધીના માર્ગોને અપાયો નવો ઓપ

(વાત્સલ્યમ્ સમાચાર મોરબી ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મોરબીની મુલાકાતે: કમલમ ખાતે બેઠક અને BAPS મંદિરના મહોત્સવમાં આપશે હાજરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ

ખાડા અને VIP માટે રાતોરાત રોડ-રસ્તા ચકાચક!જનતા બમ્પ અને ખાડાથી પરેશાન, પણ સાહેબના કાફલાને આંચકો ન લાગે એટલે સ્પીડ બ્રેકર પણ તોડી પડાયા: પ્રજામાં ભારે રોષ

મોરબી:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવિવારે મોરબીની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક વહીવટી તંત્રની બેધારી નીતિ અને “VIP કલ્ચર” ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. સામાન્ય દિવસોમાં ધૂળ, ગંદકી અને બિસ્માર રસ્તાઓની યાતના ભોગવતી મોરબીની પ્રજાની વર્ષો સુધી કોઈ દરકાર લેતું નથી, પરંતુ મુખ્યમંત્રીના માત્ર ૪ કલાકના રોકાણ માટે સરકારી તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.

 

જનતા કમરના દુખાવા ભોગવે, સાહેબને આંચકો પણ ન ખપ્યો!સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશજનક બાબત એ છે કે, મુખ્યમંત્રીના કાફલાની લક્ઝુરિયસ ગાડીઓને સહેજ પણ આંચકો ન લાગે તે માટે રવાપર હેલિપેડથી કમલમ સુધીના માર્ગ પર આવતા તમામ સ્પીડ બ્રેકર (બમ્પ) રાતોરાત તોડી નાખવામાં આવ્યા છે. અકસ્માતો અટકાવવા માટે મુકાયેલા બમ્પને VIP સુવિધા ખાતર હટાવી દેવાયા છે. સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “રોજિંદા ખાડાઓમાં પછડાતી સામાન્ય જનતાની કમર તૂટી જાય તેની તંત્રને કોઈ ચિંતા નથી, પણ નેતાઓની ગાડીઓને સહેજ ઝટકો પણ ન લાગવો જોઈએ?” મુલાકાત પત્યા પછી સ્થિતિ ‘જેસે થે’: માત્ર દેખાડો કરતી સિસ્ટમ રવાપર હેલિપેડથી શનાળા રોડ, કમલમ અને સ્વામિનારાયણ મંદિર સુધીના રૂટ પર છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે રીતે સફાઈ અને થીગડાં મારવાની કામગીરી ચાલી રહી છે, તે જોઈને શહેરીજનોમાં કટાક્ષ થઈ રહ્યો છે કે કાશ… મુખ્યમંત્રી દર મહિને મોરબીના દરેક વિસ્તારની મુલાકાત લેતા હોત તો આખું શહેર સુધરી જાત! વર્ષોથી રસ્તા, સફાઈ અને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતી જનતા માટે કોઈ બજેટ કે સમય નથી હોતો, પરંતુ VIP આગમન વખતે તંત્ર પાસે અઢળક સાધનો અને માનવબળ ક્યાંથી આવી જાય છે તે મોટો સવાલ છે.નેતાઓને રાજી રાખવા માટે કરાતો આ ક્ષણિક દેખાડો મોરબીની જનતા સારી રીતે ઓળખી ગઈ છે અને તંત્રની આ ગુલામી માનસિકતા સામે સોશિયલ મીડિયા તેમજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો