ઓગડ તાલુકાના ઉગમણા વાસ પ્રાથમિક શાળાના પૂર્વઆચાર્ય વી. એમ. કાળોતરાને માનભેર વિદાયમાન કરાયા.
————————————
ડફોળને પણ ડાહ્યો કરે.,એનું નામ તે શિક્ષક. આતમ માલધારી!!!
————————————
શાળાના પૂર્વઆચાર્યના વિદાયમાં સમસ્ત ગ્રામજનો અને બાળકો ભાવુક થયા.
————————————

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના વતની અને ઉગામણાવાસ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યનો વય નિવૃત્તિ અને ભાવદર્શન સમારોહ ૨૪/૧૦/૨૦૨૬ ના રોજ પ.પૂ.ધર્મધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજી બાપુની પાવન નિશ્રામાં થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભુવાજી ચેહરાભાઈ દેસાઈ ચાંગા,થરા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી, તેજાભાઈ દેસાઈ વડા,લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, આતમભાઈ માલધારી મંડાલી (બેચરાજી), ઉમેશભાઈ પ્રજાપતિ, રામજીભાઈ પરમાર ભાવનગર,બ.કાં.જિલ્લા પ્રા.શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર,ખારીયા શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, સાંપરીયાવાસ પ્રા.શાળાના શૈલેષભાઈ દેવ,તાણા પે કેન્દ્ર શાળાના આચાર્ય સરતનભાઈ દેસાઈ,થરા પીએમશ્રી અનુપમ પે.સેન્ટર શાળા નં.-૨ ના આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા,નિવૃત આચાર્ય માદેવભાઈ બારોટ ઈન્દ્રમાણા,થરા ૧ પે કેન્દ્ર શાળાના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી,અધગામ પે કેન્દ્ર શાળાના ઉપશિક્ષક વક્તાભાઈ પ્રજાપતિ,શિક્ષક મહેશભાઈ પટેલ સહીત અનેક શાળાના આચાર્યો, શિક્ષકો,કળોતરા અને રંજ્યા પરિવાર દેસાઈ સમાજ તેમજ સગા સ્નેહીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.પૂજ્ય ઘનશ્યામપુરી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા લોક સાહિત્યકાર આતમ માલધારી એ જણાવ્યું હતું કે ડફોળને કે ગાંડા ને પણ ડાહ્યો કરે.,એનું નામ તે શિક્ષક.!!અમારા વીરભણભાઈ દેસાઈએ તેમના જીવન કાળમાં શિક્ષણની સફરમા અનેક વિધાર્થીઓનું જીવન પરિવર્તન કર્યું તેનું અમને ગૌરવ છે.આંતરીયાળ ઓગડ વિસ્તારમા સતત ચાર દાયકા સુધી સેવા,સમર્પણ અને શિક્ષણની ધુણી ધખાવનાર બાળપ્રિય કાળોતરા વીરભણભાઈ મેવાભાઈ દેસાઈની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવવા અને “આવજો” કહેવા તેમની વાતો,વિચારો અને અતીતના મીઠાં સંભારણાને વાગોળવા વેળાએ દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત અને વિદાય લેતા વીરભણભાઈ દેસાઈ એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. વિદાય વેળાએ શિક્ષક મિત્રો અને બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.શિક્ષક લાગણી ન રોકી શકતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે શાળા પરિવાર, તાણા-થરા નગરજનો અને સ્નેહીજનો દ્વારા વીરભણભાઈ દેસાઈને ચાંદી ની મૂર્તિ,શ્રીફળ,સાકર, સન્માનપત્ર આપી શાલ ઓઢાડી,ભેટ સોગાદો દ્વારા સન્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાઘવ વઢીયારી રઘુભાઈ રબારી કોલ્હાપુરવાળાએ (રાધનપુર) કર્યું હતું.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530








