મોડાસા – દીકરીઓને જ જન્મ આપે છે, તેને કાઢી મુકો અને બીજા લગ્ન કરાવો” તેમ કહી માનસિક તેમજ શારીરિક ત્રાસ સાથે પરણિતાએ પતિ સહિત પાંચ સામે ગુન્હો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – દીકરીઓને જ જન્મ આપે છે, તેને કાઢી મુકો અને બીજા લગ્ન કરાવો” તેમ કહી માનસિક તેમજ શારીરિક ત્રાસ સાથે પરણિતાએ પતિ સહિત પાંચ સામે ગુન્હો નોંધાયો

મોડાસામાં પરિણીતાનો સાસરી પક્ષ સામે ફરિયાદનો આક્ષેપ, પતિ સહિત પાંચ સામે ગુનો

અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાં પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરી પક્ષના પાંચ લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પાયલબેન ચૌહાણે પતિ રાહુલભાઈ ચૌહાણ, સસરા, સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ, પાયલબેનના લગ્ન વર્ષ 2012માં સમાજના રીતરિવાજ મુજબ રાહુલભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતના એક વર્ષ સુધી સાસરી પક્ષે સારી રીતે રાખ્યા બાદ નાની-મોટી ઘરેલુ બાબતોમાં બોલાચાલી અને તકરાર શરૂ થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિણીતાને ત્રણ સંતાનોમાં બે દીકરી અને એક દીકરો છે. પ્રથમ અને બીજી પ્રસૂતિ દરમિયાન દીકરીઓનો જન્મ થતાં સાસુ-સસરા તેમજ જેઠ-જેઠાણી દ્વારા પતિને તેની વિરુદ્ધ ચઢામણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. “દીકરીઓને જ જન્મ આપે છે, તેને કાઢી મુકો અને બીજા લગ્ન કરાવો” તેમ કહી માનસિક ત્રાસ આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારબાદ પતિ ફાઇનાન્સમાં નોકરી કરતા હોવાનું અને અવારનવાર દારૂના નશામાં ઘરે આવી નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગડદાપાટુથી માર મારતા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. પતિ દ્વારા ગાળો બોલી “મારે તને રાખવાની નથી, તને કાઢી મુકવાની છે” કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદી મુજબ, સાસરીમાં થતા ત્રાસ અંગે માતા-પિતાને જાણ કરતાં તેઓ તેને પિયરમાં લઈ ગયા હતા. ત્યારબાદ બંને પક્ષના સમાજના આગેવાનોની હાજરીમાં મોડાસાના દેવરાજ ખાતે સામાજિક રીતે સમાધાન કરવામાં આવ્યું હતું અને પરિણીતાને સાસરીમાં તેડી જવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદ મુજબ પતિ કે સાસરી પક્ષમાંથી કોઈ તેને તેડવા આવ્યું નહોતું અને તે છેલ્લા આશરે 13 મહિનાથી પિતાના ઘરે રહે છે.આ ઉપરાંત પતિના અન્ય પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થઈ હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પતિ સહિત સાસુ-સસરા, જેઠ અને જેઠાણી એકબીજાની મદદગારીથી લગ્નજીવન દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો