MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા: બાકી ટેક્સધારકોને નોટિસ બાદ મિલકત સીલ કરવાની ચેતવણી; ઓનલાઇન વેરો ભરવા અપીલ

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા: બાકી ટેક્સધારકોને નોટિસ બાદ મિલકત સીલ કરવાની ચેતવણી; ઓનલાઇન વેરો ભરવા અપીલ

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત મિલકત વેરો (પ્રોપર્ટી ટેક્સ) તથા વ્યવસાય વેરો ભરપાઈ કરવા સંદર્ભે એક અગત્યની અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. પાલિકાની ટેક્સ શાખા દ્વારા બાકી વેરો ધરાવતા મિલકતધારકો સામે કડક વલણ અપનાવી નોટિસ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, હાલ બાકી મિલકતધારકોને માંગણા નોટિસ પાઠવવામાં આવી રહી છે. જો નિયત સમયમર્યાદામાં વેરો ભરપાઈ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વોરંટ નોટિસ ઇશ્યૂ કરી સંબંધિત મિલકતોને સીલ કરવાની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

ઓનલાઇન ટેક્સ ભરપાઈ માટે સુવિધા ઉપલબ્ધ -નાગરિકો ઘરેબેઠાં સરળતાથી ટેક્સ ભરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડિજિટલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

સત્તાવાર વેબસાઇટ: નાગરિકો [https://mmcgujarat.in/](https://mmcgujarat.in/) પોર્ટલ પર જઈને વેરો ભરી શકશે.

મોબાઇલ એપ્લિકેશન: Android યુઝર્સ Google Play Store તેમજ iOS યુઝર્સ App Store પર જઈ Morbi Municipal Corporation સર્ચ કરી પાલિકાના સત્તાવાર લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

એપ્લિકેશનમાં પ્રોપર્ટી ટેક્સ અથવા વ્યવસાય વેરાના વિકલ્પમાં જઈ, માત્ર મિલકત નંબર દાખલ કરીને સરળતાથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે.

પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં અનેક નાગરિકો આ ઓનલાઇન પોર્ટલ અને એપ્લિકેશનનો ઉપયોગ કરી ચૂક્યા છે. મિલકત સીલ થવાની કાર્યવાહીથી બચવા અને મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી રીબેટ (વળતર) યોજનાનો મહત્તમ લાભ લેવા માટે તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને સત્વરે વેરો ભરપાઈ કરી દેવા હાઉસ ટેક્સ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો