GANDHI NAGAR:રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ગાંધીનગરની સ્વરા પટેલની રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવાની શાનદાર સિદ્ધિ

ગાંધીનગર: સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ગાંધીનગર માટે આ ગૌરવની ક્ષણ છે કે ધોરણ 9ની વિદ્યાર્થીની સ્વરા પટેલે નેશનલ સાયન્સ સેમિનારની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ નેશનલ સાયન્સ સેમિનાર NCSM અને GUJCOSTના સહયોગથી દર વર્ષે યોજાય છે. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 68 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
“Indian Energy Basket 2047: Possibilities & Challenges” વિષય પર સ્વરાએ સંશોધન આધારિત રજૂઆત, વૈજ્ઞાનિક સમજ અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રેઝન્ટેશન દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સ્વરાને ₹10,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ સ્પર્ધા માટે સ્વરાને શાળાની વિજ્ઞાન શિક્ષિકા અને માર્ગદર્શિકા ટીચર શૈલા એચ. જોષીનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. શાળાના આચાર્યશ્રી અરૂલ રાય તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના અનિલ સરના માર્ગદર્શન અને સહયોગ બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વરા પટેલ તથા ટીચર શૈલા એચ. જોષીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સ્વરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.










