MORBI:PGVCLની નવી પહેલ: હવે વીજ ગ્રાહકો ઘરે બેઠા વોટ્સએપ અને ટોલ-ફ્રી નંબર દ્વારા નોંધાવી શકશે વીજ ફરિયાદ

રાજકોટ:પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગ્રાહક સેવાઓને વધુ સુદૃઢ અને સરળ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. હવે વીજ ગ્રાહકો કચેરીના ધક્કા ખાધા વગર માત્ર એક ફોન કૉલ કે વોટ્સએપ મેસેજ દ્વારા પોતાની વીજળી સંબંધિત સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ મેળવી શકશે.

PGVCL દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ગ્રાહકો નીચે મુજબની વિવિધ સમસ્યાઓ માટે સીધી ફરિયાદ નોંધાવી શકશે:
અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવો કે લાઈટ જતી રહેવી – ઓછા કે અનિયમિત વોલ્ટેજની સમસ્યા – વીજ લાઈન કે ટ્રાન્સફોર્મર સંબંધિત ખામીઓ – અન્ય તમામ વીજળી સંબંધિત આકસ્મિક ફરિયાદો
ફરિયાદ નોંધાવવા માટેના સંપર્ક માધ્યમો:ટોલ ફ્રી હેલ્પલાઇન: 19122 ટોલ ફ્રી નંબર: 1800 233 155333 વોટ્સએપ ફરિયાદ નંબર: 95120 19122 મોબાઇલ એપ્લિકેશન: PGVCL Customer Care App
વીજ કંપની દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે સલામતીના નિયમોનું પાલન કરવું અને કોઈપણ પ્રકારની વીજ ખામી કે અકસ્માત સમયે માત્ર અધિકૃત નંબરો અને માધ્યમોનો જ ઉપયોગ કરવો, જેથી ઝડપી અને યોગ્ય કાર્યવાહી થઈ શકે.














