નવસારી: સી.આર પાટીલ અને ભુરાભાઈ શાહની રજૂઆતને સફળતા ! વલસાડ–સુરત મેમુ ટ્રેનને મંજૂરી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી લોકસભા મતવિસ્તાર સહિત દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાને લઈ ટ્રેન નંબર 69149 વલસાડ–સુરત મેમુની સેવા શરૂ કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, જરૂરી વહીવટી અને તકનિકી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ટ્રેનની નિયમિત સેવા શરૂ કરવામાં આવશે.

રેલવે મંત્રી સમક્ષ રજૂઆત રંગ લાવી

આ મામલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારી લોકસભાના સાંસદ સી. આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

પ્રતિનિધિમંડળે વલસાડ–સુરત રેલવે રૂટ પર દૈનિક મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તથા અન્ય મુસાફરોની મુશ્કેલીઓ અંગે રેલવે મંત્રીનું ધ્યાન દોર્યું હતું. ખાસ કરીને નવસારી, બિલીમોરા અને અમલસાડ સહિતના વિસ્તારોમાંથી સુરત તરફ રોજિંદી અવરજવર કરતા મુસાફરો માટે મેમુ ટ્રેન શરૂ કરવાની આવશ્યકતા રજૂ કરવામાં આવી હતી.

મંજૂરી મળી, હવે સેવા શરૂ થવાની રાહ

રજૂઆતને ધ્યાને લઈ રેલવે મંત્રાલયે 69149 વલસાડ–સુરત મેમુ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે. હાલ ટ્રેનની સેવા તાત્કાલિક શરૂ થઈ નથી. રેલવે વિભાગ દ્વારા જરૂરી વહીવટી તથા તકનિકી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી સમયમાં ટ્રેનની નિયમિત સેવા શરૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના મુસાફરોને થશે મોટો લાભ મેમુ ટ્રેન શરૂ થયા બાદ નવસારી, બિલીમોરા, અમલસાડ સહિતના વિસ્તારોના મુસાફરોને વલસાડથી સુરત વચ્ચે દૈનિક મુસાફરીમાં મોટી સુવિધા મળશે. ખાસ કરીને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે આ સેવા મહત્વપૂર્ણ સાબિત થવાની આશા છે. આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ મુસાફરોના પ્રશ્નને રેલવે મંત્રી સમક્ષ રજૂ કરી ઉકેલ માટે પ્રયાસ કરનાર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તથા પ્રતિનિધિમંડળનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો