RAJKOT:રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો મોટો નિર્ણય: ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કર્મીઓ સામે કડક વલણ

પોલીસ તંત્રની છબી સુધારવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં ડી-સ્ટાફ (D-Staff) માં ફરજ બજાવતા કર્મચારીઓના સગા-સંબંધીઓનો ગુનાહિત રેકોર્ડ ચકાસવા માટેની વિગતો મંગાવવામાં આવી છે.જો કોઈ પોલીસકર્મીના નજીકના સગા બુટલેગર, હિસ્ટ્રીશીટર કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હશે, તો તેમને તાત્કાલિક અસરથી ડી-સ્ટાફમાંથી હટાવી દેવામાં આવશે.ગુનાખોરી નિયંત્રણ માટે અત્યંત મહત્વની ગણાતી ડી-સ્ટાફ શાખામાં માત્ર ક્લીન ઇમેજ ધરાવતા કર્મચારીઓને જ ફરજ સોંપવામાં આવશે. આ આકરા નિર્ણયથી ગુનેગારો સાથે કથિત સાંઠગાંઠ ધરાવતા પોલીસકર્મીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આગામી દિવસોમાં રાજકોટ રેન્જ પોલીસની કાર્યપદ્ધતિ અને સ્ટાફમાં મોટા પાયે ફેરફાર જોવા મળશે.











