તારીખ ૧૦/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આગામી ગણેશ મહોત્સવની ઉજવણી અને શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાલોલ નગરમાં જિલ્લા પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત સાથે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આ ફૂટ પેટ્રોલિંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરની આગેવાનીમાં યોજાયું હતું. જેમાં જિલ્લાની SOG, LCB, પેરોલ ફર્લો સ્ક્વોડ અને કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર PI આર. ડી. ભરવાડ સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો.અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ગણેશ સ્થાપના, આગમન શોભાયાત્રા અને ગણેશ વિસર્જન યાત્રાના નક્કી કરાયેલા રૂટ પર પગપાળા ફરીને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન SP ડૉ. હરેશ દુધાતે યાત્રા રૂટના તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પોઈન્ટ્સની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અંગે હાજર અધિકારીઓને જરૂરી આદેશ અને માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં પોલીસે જણાવ્યું હતું કે નગરજનો શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ગણેશોત્સવની ઉજવણી કરી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.










