તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
અમદાવાદ ખાતે મહર્ષિ ભગવાન વાલ્મીકિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સંતો-મહંતો દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં પંચમહાલ જિલ્લા વાલ્મીકિ હાઈ પાવર કમિટીના અધ્યક્ષ અને કાલોલના અગ્રણી કિરણભાઈ કેશવભાઈ તથા પંચમહાલ જિલ્લા વાલ્મીકિ પ્રમુખ અને માજી ટીપીઓ સોમાભાઈ માસ્તર નું સંતો દ્વારા ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના સદસ્ય ડૉ. સુષ્મા ઘોડીયાલ, યોગેશભાઈ પારેખ, ડૉ. વિજયભાઈ તથા મહેન્દ્ર પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભગવાન વાલ્મીકિજીના જીવન સ્મરણોને યાદ કરીને ઉજવવામાં આવેલી આ જયંતિ ખૂબ જ ભવ્ય અને યાદગાર બની હતી. આ ઉજવણીમાં સમગ્ર ગુજરાત ભરમાંથી વાલ્મીકિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ હાજર રહ્યા હતા.








