MORBI:મોરબીમાં ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન: આવતીકાલે સાંજે રત્નકલા ગ્રાઉન્ડ ખાતે થશે ઉદ્ઘાટન

મોરબી:સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને મહિલા સખી મંડળોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભરતાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન આવતીકાલે, તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે સ્કાય મોલની બાજુમાં આવેલ રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ ખાતે યોજાશે.

નાગરિકોમાં સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ આવે અને સ્થાનિક અર્થતંત્રને બળ મળે તે હેતુથી આયોજિત આ મેળામાં વિવિધ પ્રકારના આકર્ષક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં: સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત અવનવી હસ્તકલાની વસ્તુઓ
મહિલા સખી મંડળો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનો રોજિંદા જીવનમાં ઉપયોગી ઘરવપરાશની ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ સ્થાનિક નાના વેપારીઓ અને ઉત્પાદકોના વિશેષ સ્ટોલ્સ
આ મેળો સ્થાનિક ઉત્પાદકોને સીધું બજાર પૂરું પાડી રોજગારની તકો વધારવામાં અને સામાન્ય નાગરિકોને એક જ સ્થળેથી ઉત્કૃષ્ટ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાની ઉત્તમ તક પૂરી પાડશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને પરિવાર સાથે આ મેળાની મુલાકાત લઈ, સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી ‘સ્વદેશી અભિયાન’ અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.













