રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવાયેલ રૂ. ૪.૧૪ લાખનો મોંઘી સ્કોચ વ્હિસ્કીનો જથ્થો ઝડપાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવનાર ગણેશનગર વિસ્તારના શખ્સને જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસે રૂ. ૪,૧૪,૦૦૦/- ની કિંમતની ૧૨૮ બોટલ પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી સાથે ઝડપી પાડ્યો છે.
પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, ગણેશનગરમાં ગાયના ઓટા પાસે રહેતા સેહવાગ ભરત મોરીએ રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પૂંઠાના બોક્સમાં પ્લાસ્ટિક વીંટેલા પાર્સલ મળી આવ્યા હતા. તપાસ કરતા તેમાંથી પ્રીમિયમ બ્રાન્ડની મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો