જૂનાગઢ જિલ્લનના માંગરોળ શહેરમાં આજરોજ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયામોના ભંગ કરનાર સામે પોલીસે મેદાનમાં ઉતરી સધન વાહન ચેકીંગ હાથ ધરાઈ હતું

શહેરના અલગ-અલગ મુખ્ય ચોકો સહિત લીમડાચોક વિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા વાહનો રોકી લાઇસન્સ જરૂરી કાગળો તેમજ ટ્રાફિક નિયામનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાયૅવાહી દરમિયાન, PSI આર.ડી. રોહિત ની આગેવાની હેઠળ હેડ કોન્સ્ટેબલ ડી.આર.મોરી , હેડ કોન્સ્ટેબલ હિરેન ભાઈ બરડા, કોન્સ્ટેબલ શાંતિબેન સોલંકી લીલાવંતી બેન જોરા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુથી પોલીસે આજે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી
—- રિપોર્ટર—– વસંતભાઈ અખિયા, માંગરોળ










