Rajkot: સેવા સંકલ્પ અભિયાન : “સરકાર નાગરિકોના દ્વારે” ઉપલેટા તાલુકાના ગ્રામજનોને ઘરઆંગણે મળી સરકારી યોજનાઓની સોગાદ

તા.૩૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ઉપલેટાના સેવંત્રા ગામે યોજાયેલા “સેવા સેતુ ૨.૧”માં તમામ ૨,૪૩૭ અરજીઓનો સ્થળ પર જ ઉકેલ લાવતું વહીવટી તંત્ર

Rajkot: “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નાગરિકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓ અને સેવાઓનો ત્વરિત લાભ મળી રહે તેવા પ્રજાભિમુખ હેતુથી રાજ્યભરમાં “સેવા સેતુ ૨.૧” કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે “સરકાર નાગરિકોના દ્વારે” અભિગમ સાથે “સેવા સેતુ ૨.૧”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો તરફથી વિવિધ યોજનાઓ, પ્રમાણપત્રો અને આરોગ્ય સંબંધિત કુલ ૨,૪૩૭ અરજીઓ મળેલ હતી. વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવીને આ તમામ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦ ટકા સકારાત્મક ઉકેલ લાવી નાગરિકોને સુશાસનની ઉત્કૃષ્ટ પ્રતીતિ કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પશુપાલન અને આરોગ્ય સેવાઓ અંતર્ગત ડીવર્મીંગ માટે ૧,૨૦૯, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર માટે ૩૫ અને મેડીસીન સારવાર માટે ૨૯ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. આ ઉપરાંત, મહેસૂલી તથા પંચાયત ક્ષેત્રે સાતબાર અને આઠ-અના પ્રમાણપત્રો માટે ૬૨૯ તેમજ મિલકત આકારણીના ઉતારા માટે ૯૮ અરજીઓ અન્વયે નાગરિકોને સ્થળ પર જ લાભ અપાયો હતો.

આ ઉપરાંત, નાગરિકોના બી.પી. અને ડાયાબિટીસની તપાસ, ૨૦૯ હેલ્થ વેલનેસ કાર્ડ, પી.એમ.જે.વાય.ની ૪૦ અરજીઓ, રાશન કાર્ડમાં સુધારા-વધારાની ૬૨ અરજીઓ તથા નવું નામ ઉમેરવાની ૩૫ અરજીઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોને આવકના દાખલા, બાળકોના આધાર કાર્ડ સહિત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, રાષ્ટ્રીય કુટુંબ સહાય અને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા.

ઉપલેટા મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીની દેખરેખ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને સેવાઓ પૂરી પાડી હતી. સરકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મળતાં ગ્રામજનોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો