Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ જેતપુર તાલુકામાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ભવ્ય ઉજવણી

તા.૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

બાળકોના પાયાના ઘડતર અને સુપોષણ પર વિશેષ ભાર મુકાયો

Rajkot: સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોના પાયાના ઘડતર અને સુપોષણને મજબૂત બનાવવાના આશયથી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત તાલુકાના તમામ ગામોમાં આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો, વાલીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક જોડાયા છે.

જેતપુર તાલુકાના જેતપુર શહેર, પીઠડીયા, પીપળવા, જેતલસર, વિરપુર સહિતના વિવિધ ગામોમાં આવેલ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણ મિલન ઉત્સવના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં બાળકોને વિવિધ રમત-ગમતો સાથે કઈ રીતે પ્રવૃત્તિમય પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, તેનું વાલીઓ સમક્ષ પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી પોષણક્ષમ યોજનાઓ તેમજ રોજિંદા જીવનમાં પૌષ્ટિક આહારના મહત્વ વિશે વાલીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા અને આંગણવાડીની કાર્યકર બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, જેતપુર તાલુકામાં કુલ ૧૫૨ આંગણવાડી કેન્દ્રો આવેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧૧૧ આંગણવાડી કેન્દ્રોમાં આંગણ મિલન ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યો છે અને બાકીના કેન્દ્રોમાં ઉજવણી પ્રગતિ હેઠળ છે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો