Rajkot: નાના પાયે શરૂ થયેલો ગૃહઉદ્યોગ પહોંચ્યો દેશભરમાં ‘સખી મંડળ’ સાથે જોડાયા પછી અમારું આખું જીવન બદલાયું: સુમિતાબેન ચૌધરી

તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને ચરિતાર્થ કરતા સરસ મેળાઓ

ઉદ્યોગસાહસિક બનેલી લખપતિ દીદીઓની ગાથા અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ

Rajkot: ડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મહિલા સશક્તિકરણ’ના વિઝનને સાર્થક કરતી પ્રેરણાદાયી સફળતાની ગાથા મોરબી જિલ્લાના ટંકારા ગામની મહિલાઓ દ્વારા લખાઈ રહી છે.

રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં સ્વસહાય જૂથો, લખપતિ દીદીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઊનમાંથી વિવિધ વસ્તુઓ તૈયાર કરતા ગુલાબ સખી મંડળના સુમિતાબેન ચૌધરીએ પણ ભાગ લીધો છે.

સુમિતાબેને જણાવ્યું હતું કે, “પહેલા હું માત્ર મારા પરિવાર અને સગા-સંબંધીઓ માટે જ હસ્તકળાની ચીજવસ્તુઓ બનાવતી, પરંતુ જ્યારે મેં હસ્તકળાની તાલીમ લીધી અને ‘સખી મંડળ’ સાથે જોડાઈ, ત્યારે અમારું આખું જીવન બદલાઈ ગયું છે. અમે એટલા આર્થિક રીતે સક્ષમ બન્યા છીએ કે હવે અમારા સંતાનોને સારી શાળાઓમાં ભણાવી શકીએ છીએ. સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં યોજાતા ‘સરસ મેળા’ અમારા જેવી અનેક બહેનો માટે વરદાન સાબિત થઈ રહ્યા છે.”

ઉદ્યોગસાહસિક બનેલી આ લખપતિ દીદીઓની ગાથા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે, જે સાબિત કરે છે કે યોગ્ય અવસર અને આત્મવિશ્વાસ મળે તો નારી શક્તિ દરેક ક્ષેત્રે પરિવર્તન લાવી શકે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો