વાત્સલ્યમ.સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ સામેની ઝુંબેશ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બેફટા ગામની સીમમાં રેઇડ દરમિયાન એક શખ્સ પાસેથી 9.86 કિલોગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અફીણની કિંમત આશરે રૂ. 9,53,400 ગણાવી છે.
પોલીસની માહિતી મુજબ, બાતમીના આધારે બેફટા ગામની સીમમાં રહેતા **ભૂપાજી રાજાજી જાતે રાજપૂત (ઢેઢા)**ના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઓરડામાં પડેલા લોખંડના પતરામાંથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અફીણ 9.86 કિલોગ્રામ, કિંમત રૂ. 9,53,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી ભૂપાજી રાજાજી સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી:
ભૂપાજી રાજાજી જાતે રાજપૂત (ઢેઢા), રહે. બેવટા, તા. રાધનપુર, જી. વાવ-થરાદ.










