થરા થી નીકળેલ શ્રી ચૈત્ય પરિપાટી (ઢેબરીયો સંઘ) ભક્તિ ભાવપૂર્વક સંપન્ન થયો.

થરા થી નીકળેલ શ્રી ચૈત્ય પરિપાટી (ઢેબરીયો સંઘ) ભક્તિ ભાવપૂર્વક સંપન્ન થયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાથી શ્રી પાવાપુરી વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ થરા દ્વારા આયોજિત પાવન શ્રી ચૈત્ય પરિપાટી (ઢેબરીયો સંઘ) તા.૧-૧૧-૨૦૨૬ રોજ અત્યંત હર્ષોલ્લાસ,ભક્તિ ભાવ અને ધર્મમય વાતાવરણ માં ભવ્ય રીતે થરા થી નીકળી વડા વિહાર ધામ શામળા પાર્શ્વનાથ ભગવાન ડુંગરાસણ પહોંચી સંપન્ન થયો હતો.પ.પૂ. ભક્તિ સૂરીશ્વરજી સમુદાયની પાવન પરંપરામાં,પૂ.સાધ્વીશ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા. નાં પ્રશિષ્યા,પ.પૂ. સાધ્વી શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યરત્નાશ્રીજી મ.સા.,પ. પૂ.સાધ્વીશ્રી પ્રિયવંદિતાશ્રીજી મ.સા., પૂ.સાધ્વીશ્રી દેવવંદિતાશ્રીજી મ.સા.,પૂ. સાધ્વીશ્રી પૂર્વ વંદિતાશ્રીજી મ.સા.નીપાવન નિશ્રામાં આ ચૈત્ય પરિપાટી નો સુંદર અને યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે પાવાપુરી થરાથી પ્રારંભ થયેલી આ પવિત્ર યાત્રા ધર્મવિહારધામ વડા પહોંચતા માર્ગમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્રી અજિતનાથ દાદા,શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન ના પાવન દર્શનનો લાભ લઈ સમગ્ર સંઘે ભક્તિ અને ભાવનાપૂર્વક ચૈત્ય પરિપાટી નો ધર્મલાભ લીધો હતો.આ પ્રસંગે સૌ શ્રાવક- શ્રાવિકાઓમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. V L SHAH,(નકોડા ગ્રુપ-અમદાવાદ) રાજુભાઈ શાહ પ્રગતિબેંક, અજીતભાઈ શાહ, અતુલભાઈ માર્કેટ યાર્ડ, અતુલભાઈ ફોફાણી પાવાપુરી,ભક્તિનગર, પાર્શ્વનગર સહીત થરા નગર અને આજુબાજુના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો. દર્શન,ભક્તિ, સ્તવન, ભક્તામર તથા ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું.વડા ધર્મવિહારધામ ખાતે પહોંચ્યા બાદ સમગ્ર સંઘનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પૂ.મ. સા.ભગવંતોની પાવન નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર સંઘે ઉત્સાહપૂર્વક તેનો લાભ લીધો હતો.લાભાર્થીપરિવાર શારદાબેન રસિકલાલ શાહ પરિવાર દ્વારા નવકારશીનો લાભ લેવામાં આવ્યો હતો અને પ્રેમપૂર્વક સમગ્ર સંઘની સેવા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંઘશાસનની પ્રભાવના અને ધર્મપ્રભાવના નું કાર્ય ખૂબ જ સુંદર રીતે થયું હતું.સૌના સહયોગ, ભક્તિ ભાવ અને એકતાથી ચૈત્ય પરિપાટી ખરેખર એક યાદગાર અને પ્રેરણાદાયી ધાર્મિક પ્રસંગ બની રહી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો