નવસારી શહેરની કોન્વેન્ટ સ્કૂલ વિદ્યાર્થીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે મેયર અશોકભાઈ ધોરાજીયાની સ્થળ મુલાકાત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાહેર માર્ગો પર વાહનવ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તે હેતુથી આજ રોજ કોન્વેન્ટ સ્કૂલ, નવસારી ખાતે પાર્કિંગ વ્યવસ્થાના આયોજન અને નિરીક્ષણ અર્થે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.

આ સ્થળ મુલાકાત દરમિયાન નવસારીના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ, ટ્રાફિક વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, નવસારી પોલીસ વિભાગના અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ તથા આસપાસની સોસાયટીના રહેવાસીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી પાર્કિંગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મેયરશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફના વાહનોનું પાર્કિંગ શાળાના પરિસરની અંદર જ થાય તે માટે જરૂરી આયોજન કરી તાત્કાલિક અસરથી સૂચનાઓનું પાલન કરાવવા જણાવ્યું હતું*. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાની બહારના જાહેર માર્ગો તથા આસપાસના વિસ્તારોમાં વાહનોનું અનધિકૃત પાર્કિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

વધુમાં, દિવાળી વેકેશન બાદ પણ જો જાહેર માર્ગો પર નિયમ વિરુદ્ધ વાહનો પાર્ક કરવામાં આવશે, તો સંબંધિત નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે સ્થાનિક રહેવાસીઓને પડતી અગવડતા દૂર કરવા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલનપૂર્વક કામગીરી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌરાંગ વસાણી, DEO શ્રી જયેશ કુમાર ચૌધરી નવસારી  ટાઉન પોલીસના પી.આઈ. શ્રી, ડેપ્યુટી મામલતદારશ્રી , તથા શાળાના પ્રતિનિધિઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નાગરિકોને પડતી અગવડતાઓનું નિરાકરણ લાવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો