જામનગરમાં નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે જામનગર પોલીસ સજ્જ  એલ.સી.બી. અને સીટી ‘એ’ ડિવિઝન દ્વારા વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ

જામનગરમાં નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે જામનગર પોલીસ સજ્જ  એલ.સી.બી. અને સીટી ‘એ’ ડિવિઝન દ્વારા વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ

ડાર્ક બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ ધરાવતાં વાહનચાલકો સામે સ્થળ પર જ કાર્યવાહી  રોમિયોગીરી કરતા તત્ત્વો સામે પણ પોલીસનો કડક રૂખ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા૧૭ : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકો શાંતિપૂર્ણ તથા સુરક્ષિત માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જામનગર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી. ની ટિમ અને સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરીને વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

એલ.સી.બી.ના પી.આઇ. વી. બી. ચૌધરી તેમજ સીટી ‘એ’ ડિવિઝનના પીઆઈ વિપુલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં વાહનો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ડાર્ક બ્લેક ફિલ્મ તેમજ અમાન્ય ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનચાલકો સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

નવરાત્રિના દિવસોમાં ગરબાના આયોજનો અને જાહેર માર્ગો પર લોકોની અવરજવર વધતી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા નાગરિકોને અગવડનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રોમિયોગીરી કરી નાગરિકો અને ખેલૈયાઓને હેરાન કરતા તત્ત્વો સામે પણ કડક વલણ અપનાવી ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તેમજ ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાની રમઝટ માણી શકે તે માટે જામનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ સહિતની સુરક્ષાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો