કલા મહાકુંભમાં સોલો ગીત સ્પર્ધામાં જિલ્લામાં મોખરે સૃષ્ટિ જોશી

જામનગર (ભરત ભોગાયતા)
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓની કચેરી રાજકોટ દ્વારા તાજેતરમાં હેમુ ગઢવી હોલમાં રાજકોટ કલા મહાકુંભ યોજાયો હતો.

જેમાં સોલો ગીત સ્પર્દ્ધામાં પંચશીલ સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી, પત્રકાર કશ્યપ જયસુખલાલ જોશીની સુપુત્રી, સૃષ્ટિ જોશીએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા, જોશી પરિવાર, શાળા અને રાજકોટ બ્રહ્મસમાજનું ગૌરવ વધ્યું છે.. પોતાની કુનેહથી સોલોમાં નંબર મેળવનાર સૃષ્ટિને શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક અને સહાધ્યાયી વિદ્યાર્થીની બહેનો દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
——-
regards
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,
8758659878
bhogayatabharat@gmail.com










