MORBI:મોરબી મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક મળી: સફાઈ, રસ્તા અને તહેવારોની વ્યવસ્થાને લઈ ગરમાવો

મોરબી મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારના પાયાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના પગલે સભામાં લાંબી અને ગહન ચર્ચાઓ જોવા મળી હતી.

શહેરમાં સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તેમજ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીને નિયમિત કરવા ભાર મૂકાયો.
મચ્છુ નદીની સફાઈ: મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીમાં જમા ગંદકી દૂર કરી યોગ્ય સફાઈ કરવાની માંગ ઉઠી.: સફાઈ કામગીરીને વેગ આપવા માટે ઘટતા સફાઈ કામદારોની ભરતી/પૂર્તતા કરવા રજૂઆત કરાઈ. અંડરગ્રાઉન્ડ વાયરિંગ કે અન્ય કામગીરી માટે ખોદવામાં આવેલા રસ્તાઓનું ત્વરિત રિપેરિંગ કામ પૂર્ણ કરવા માંગ કરાઈ.: આગામી નવરાત્રીને ધ્યાને રાખી ગરબી ચોક અને આરસીસી રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા તેમજ ગણેશ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચર્ચા હાથ ધરાઈ.









