રીપોર્ટ આસીફ લુણાવાડા

સંતરામપુરમાં 23 વર્ષીય યુવતી ને લગ્નની લાલચ આપીને હાલ લગ્ન કરવાની ના પાડતા મહીસાગર 181 અભયમ ટીમ મદદે પહોંચી.
સંતરામપુર તાલુકાના એક ગામડામાંથી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે એક છોકરો ત્રણ વર્ષથી લગ્નની લાલચ આપીને હાલ લગ્ન કરવાની ના પાડે છે આથી મદદની જરૂર છે.
ડ્યુટી પર હાજર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે તે છોકરો તથા યુવતી ત્રણ વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને તેને ફરવા પણ લઈ જતો હતો પરંતુ યુવતીના ગામમાં કોઈ પ્રસંગ હોવાથી તે છોકરાના પિતા પ્રસંગમાં ગયા હતા તો છોકરાના સગાસંબંધીએ છોકરાના પિતાને જણાવેલ કે અમારા ગામની આ છોકરી તમારા છોકરા સાથે વાતો કરે છે આ વાતની જાણ થતા તે છોકરાના પિતાનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને ઘરે આવીને છોકરાને ખૂબ મારપીટ કરી અને છોકરાને ધમકાવેલ કે તે છોકરી સાથે તારે લગ્ન કરવા શક્ય નથી જો તું લગ્ન કરી લે તો હું આત્મહત્યા કરે અને કોઈ સંજોગોમાં લગ્ન કરી શકાશે નહીં આથી તે છોકરો ડરી ગયો તે છોકરાના પિતાએ યુવતીને ફોન કરીને જણાવેલ કે તારે મારા છોકરા સાથે ફોનમાં કોઈ વાતચીત કરવાની નથી અને હાલ કોઈ સંબંધો રાખવાના નથી અને તારી સાથે લગ્ન કરી શકશે નહીં ત્યારબાદ તે છોકરો અને યુવતી બંને એકબીજા સાથે વાતચીત કરવાની બંધ કરી દીધેલ છે અને ત્યારથી તે છોકરો યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડે છે કે મારે તો લગ્ન કરવાના નથી આથી અભયમ ટીમે તે છોકરો તથા તે છોકરાની માતા પિતા સાથે વાતચીત કરી સમજાવેલ કે તેઓ ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે અને તેમને સંબંધો હતા. તો તેમને લગ્ન કરવા જરૂરી છે અને આવી રીતના કોઈ છોકરીનો ઉપયોગ કરીને ફેંકી દેવાય નહીં આ કાયદાકીય ગુનો બને છે છોકરા ના પિતા જણાવતા કે આ છોકરી નું કેરેક્ટર સારું નથી અને અમારે તો લગ્ન કરવા શક્ય નથી ટીમે યુવતી ને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડી આગળની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે. આથી હવે પછી આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.










