સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોડાસા હાઈસ્કૂલમાં ૭૦૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ભારતનું ભવ્ય માનચિત્ર બનાવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોડાસા હાઈસ્કૂલમાં ૭૦૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી ભારતનું ભવ્ય માનચિત્ર બનાવ્યું

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રી કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલ, મોડાસા ખાતે આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ માનવ સાંકળ રચી ૭૦ × ૬૦ મીટરનું વિશાળ અને આકર્ષક ભારતનું માનચિત્ર બનાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવનાનું અનોખું પ્રદર્શન કર્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલાવિશાળ માનચિત્રમાં ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ સૂત્ર પ્રદર્શિત કરી તેમજ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનીસર્જનાત્મક અને દેશભક્તિપૂર્ણ રજૂઆતે ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ડૉ. ઉષાબેન ગામીત તથા મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ મોડાસા કેળવણી મંડળ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આ અભિનવ પ્રયાસે સેવા સંકલ્પ અભિયાનના સેવા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાના સંદેશને વધુ પ્રબળ બનાવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો