વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા પોલીસ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ધરમપુર–વાંસદા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 1,080 બોટલ/ટીન, કિંમત રૂ.2.60 લાખ, તેમજ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હુન્ડાઇ i10 કાર, કિંમત રૂ.2.50 લાખ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ધરમપુર–વાંસદા રોડ પર હુન્ડાઇ i10 કાર નંબર GJ-27-BL-7211ને અટકાવી તપાસ કરતાં તેમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બંને વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ જીગ્નેશભાઈ સુભાષભાઈ પટેલ (ઉં.વ. 33), રહે. પરીયા ગામ, બરવાડી ફળિયા, તા. પારડી, જિ. વલસાડ. હેમાબેન વા/ઓ યોગેશભાઈ મનુભાઈ પટેલ (ઉં.વ. 35), રહે. પરીયા ગામ, પારસી ફળિયા, તા. પારડી, જિ. વલસાડ. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 81, 98(2), 116(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ભરી આપનાર તરીકે ચેતનભાઈ પંકજભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી વાંસદા પોલીસ ઈન્સ્પેક્ટર જેવી ચાવડા, PSI એન.બી. આહિર સહિતની પોલીસ ટીમે હાથ ધરી હતી. આગળની તપાસ PSI એન.બી. આહિર કરી રહ્યા છે.









