WAKANER:વાંકાનેરના બોંકડથંભામાં બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી મહિલા ₹63,000ના દાગીના ચોરી ફરાર

WAKANER:વાંકાનેરના બોંકડથંભામાં બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી મહિલા ₹63,000ના દાગીના ચોરી ફરાર

વાંકાનેર:તાલુકાના બોંકડથંભા ગામમાં બીમાર વૃદ્ધાની ખબર કાઢવા આવેલી એક અજાણી મહિલાએ અનોખી તરકીબ અજમાવી ઘરમાંથી રૂ. 63,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

બહાનું બનાવી રૂમમાં પ્રવેશી ચોરી આચરીબોંકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (ઉં.વ. 40) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના સબંધી મનિયાબેન સાથે એક અજાણી મહિલા તેમના સાસુની બીમારીની ખબર પૂછવા માટે ઘરે આવી હતી. દરમિયાન આ મહિલાએ ‘પીઠમાં ખંજવાળ આવે છે, પાવડર લગાવવો છે અને કપડાં બદલવા છે’ તેવું બહાનું બનાવ્યું હતું. ત્યારબાદ તે શોભનાબેનના રૂમમાં ગઈ હતી અને દરવાજો બંધ કરી તિજોરીમાંથી દાગીના સેરવી લીધા હતા.

ચોરી થયેલ મુદ્દામાલની વિગત સોનાની બુટ્ટી (બે જોડ): આશરે 13 ગ્રામ (કિંમત રૂ. 50,000)ચાંદીના જાડા સાંકળા: આશરે 300 ગ્રામ (કિંમત રૂ. 13,000)કુલ ચોરી: રૂ. 63,000 પરિવારજનોની નજર ચૂકવી મુદ્દામાલ લઈ મહિલા રફુચક્કર થઈ ગઈ હતી. ચોરીની જાણ થતાં શોભનાબેને અજાણી મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો