રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘યુવા મહોત્સવ’ ૨૦૨૬-૨૭ અંતર્ગત તા જૂનાગઢના મિનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ ખાતે જિલ્લા કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીનીઓએ કર્ણાટક નું પ્રાચીન લોકનૃત્ય ‘ડોલ્લુ કુનિથા’ માં પોતાના ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શન અને કલાત્મક પ્રતિભા દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને મહાવિદ્યાલય તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.આ ઉપરાંત કોલેજના એક વિદ્યાર્થી ટંડેલ ચિંતને ચિત્રકલામાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. જિલ્લા કક્ષાએ વિજેતા બનતા આ તેજસ્વી વિદ્યાર્થીઓની હવે પછી યોજાનાર રાજ્ય કક્ષાના યુવા મહોત્સવની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ઈવેન્ટ માટે કોલેજના આચાર્ય અને ડીન, જિમખાના ચેરમેન તેમજ પ્રોફેસર ડો. વિવેક તાળા એ જહેમત ઉઠાવી હતી ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “અમારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા આગળ રહે છે. રાજ્ય કક્ષાએ પણ વિદ્યાર્થીઓ ‘ડોલ્લુ કુનિથા’ નૃત્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે. એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર : – અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ











