કલા મહાકુંભમાં પીલવાની મુવાડીની સિદ્ધિ: સમૂહગીતમાં બાળકો ત્રીજા ક્રમે, શિક્ષક અરવિંદભાઈ સેલોતનું લોકગીતમાં શાનદાર પ્રદર્શન.

તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પંચમહાલ-ગોધરા આયોજિત કાલોલ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2026-27 નો કાર્યક્રમ શ્રી એમ. આર. હાઇસ્કુલ, અડાદરા ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.

આ કલા મહાકુંભમાં કાલોલ તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી કુલ 368 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ વય જૂથમાં વિવિધ 14 પ્રકારની સ્પર્ધાઓ જેવી કે ગાયન, વાદન, નૃત્ય, ચિત્રકલા, નિબંધ વગેરેમાં બાળકોએ અને યુવાનોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. સાંજે 5:00 વાગ્યે નિર્ણાયકશ્રીઓ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.જ્યાં આ સ્પર્ધામાં પીલવાની મુવાડી પ્રાથમિક શાળા એ પણ શાનદાર દેખાવ કર્યો હતો.જેમાં ૬ થી ૧૪ વય જૂથમાં ગાયન વિભાગ – સમૂહ ગીત સ્પર્ધામાં શાળાના બાળકોએ ભાગ લઈ સુંદર પ્રસ્તુતિ કરી હતી અને ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા.વધુ ગૌરવની વાત એ છે કે શાળાના શિક્ષક અરવિંદભાઈ સેલોતએ ૨૧ થી ૫૯ વય જૂથમાં લોકગીત-ભજન વિભાગમાં ભાગ લીધો હતો અને પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.આ સિદ્ધિ સાથે શિક્ષક અરવિંદભાઈ સેલોત હવે જિલ્લા કક્ષાએ કાલોલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જેણે સમગ્ર પીલવાની મુવાડી ગામ અને કાલોલ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.આ સફળતા બદલ પીલવાની મુવાડી પ્રાથમિક શાળા પરિવાર અને એસએમસી સમિતિ દ્વારા તમામ વિજેતા બાળકો અને શિક્ષક અરવિંદભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો