જૂનાગઢ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ : કૉલેજોમાં સઘન જાગૃતિ અભિયાન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય ચૂંટણી પંચ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત ૧૮ થી ૧૯ વર્ષના નવ અને પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ નોંધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લાની ઉચ્ચ શિક્ષણ કચેરી દ્વારા જિલ્લાની કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા મતદાર નોંધણી માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લાની કૉલેજોમાં અભ્યાસ કરતા તમામ પાત્ર વિદ્યાર્થીઓ મતદાર તરીકે નોંધણી કરાવે તે હેતુથી પ્રત્યેક કૉલેજમાં બે યુવા મતદારોની ‘સ્વીપ નોડલ’ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત, યુવા મતદારો મતદાનનું મહત્વ સમજે તે માટે કૉલેજોમાં “મતદાતા તરીકે મારું મહત્વ” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
ખાસ ઝુંબેશના દિવસો જેવા કે તારીખ ૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ મતદાન મથકો પર સંબંધિત બી.એલ.ઓ. (BLO) ઉપસ્થિત રહેશે. જે યુવાનોએ હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવ્યું નથી, તેવા તમામ પાત્રતા ધરાવતા યુવાનોને નિર્ધારિત દિવસોમાં પોતાના વિસ્તારના બી.એલ.ઓ.નો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો