ઘોઘંબાના ગુંદી ગામે ‘હાલો ભેરુ ગામડે’ કાર્યક્રમમાં ધારાસભ્યએ ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ, પ્રાકૃતિક ખેતીનું આપ્યું માર્ગદર્શન.

તારીખ ૦૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલોલ વિધાનસભામાં સમાવિષ્ઠ ઘોઘંબા તાલુકાના ગુંદી ગામ ખાતે ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજીત”હાલો ભેરુ ગામડે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહીને ધરતીપુત્રો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જ્યાં ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમના સુખ-દુઃખના ભાગીદાર બન્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યએ ગુજરાત સરકારની વિવિધ કિસાનલક્ષી યોજનાઓ જેવી કે ખેડૂત સન્માન નિધિ, પાક વીમા યોજના, ખેતીવાડી સાધનો પર સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતની આવક પણ બમણી થાય છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તથા પંચમહાલ જિલ્લા પ્રભારી ગાયત્રીબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કિરણસિંહ સોલંકી, કાલોલ તાલુકા મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યઓ, ગુંદી સહિત આસપાસના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌ ખેડૂતોએ સરકારની યોજનાઓનો લાભ લેવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો