જામનગરના 260 રેવન્યુ કર્મચારી ભાઈઓ બહેનો આજે માસ સી એલ ઉપર

‘સર્વિસ બ્રેક’ની ચીમકી છતાં મહેસૂલ કર્મચારીઓ અડગ
પડતર પ્રશ્નોના ઉકેલ માટે એક વર્ષમાં 38 વખત રજૂઆત છતાં પરિણામ નહીં : 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની રજા પર ઉતરવાની તૈયારી

લાલબંગલા ખાતે જૂની કલેક્ટર કચેરી પાસે કર્મયોગીઓ તડકો છાંયો સહન કરે છે

10 પેજનું સચોટ મુદ્દાઓનું આવેદન પત્ર પણ સરકારમાં કલેક્ટર દ્વારા મોકલવા પાઠવવામાં આવ્યું છે

જામનગર સહિત રાજ્યભરના નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સમક્ષ એક જ વર્ષમાં લેખિત અને મૌખિક મળી 38 વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં મહેસૂલ કર્મચારીઓમાં અસંતોષ ભભૂકી ઊઠ્યો છે. વારંવારની રજૂઆતો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલવામાં ન આવતાં હવે કર્મચારીઓ આરપારની લડાઈના મૂડમાં છે. બીજી તરફ, કર્મચારીઓ દ્વારા માસ સીએલ તથા આગળ અચોક્કસ મુદતની રજા પર ઉતરવાની જાહેરાતને પગલે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે.

નોે ઝસરકારે જિલ્લા કલેક્ટરોને તાકીદની સૂચના આપી છે કે મહેસૂલી કર્મચારીઓ સોમવારે ફરજ પર નિયમિત હાજર રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. માસ સીએલ પર ઉતરનારા કર્મચારીઓ સામે ‘સર્વિસ બ્રેક’ સહિતની કડક વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, સરકારની આ ચીમકી વચ્ચે પણ મહેસૂલ કર્મચારીઓ પોતાના નિર્ણય પર અડગ છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ અગાઉથી રજા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરીને આંદોલનાત્મક કાર્યક્રમમાં જોડાઈ રહ્ય છેn જામનગરના મહેસૂલી કર્મચારીઓ પણ રાજ્યકક્ષાના આ આંદોલનમાં અગ્રેસર બની રહ્યા છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર/તલાટી અને કારકુન સહિતના વર્ગ-3ના કર્મચારીઓ મહેસૂલ વિભાગની વિવિધ અને મહત્વપૂર્ણ કામગીરી જવાબદારીપૂર્વક નિભાવે છે. કામના કલાકો ઉપરાંત પણ ફરજ બજાવતા આ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા સંવેદનશીલતાથી ઉકેલ લાવવો જરૂરી છે. કર્મચારીઓમાં એવી ચર્ચા પણ છે કે રજૂઆતો અને વિનંતીઓથી પ્રશ્નો ઉકેલાતા ન હોય અને ધરણા, ઉપવાસ કે આંદોલન થાય ત્યાર બાદ જ સરકારનું ધ્યાન દોરાતું હોય, તો શું વહીવટી તંત્રમાં રજૂઆતો કરતાં આંદોલનને જ વધુ મહત્વ આપવાનો ટ્રેન્ડ બની રહ્યો છે? ખરેખર આ વર્ગ 3 ના મહેસુલી કર્મચારી માત્ર મહેસૂલ જ નહી અનેક વિધ કામગીરીઓ લો એન્ડ ઓર્ડર ,સપ્લાય, coordination , ઇન્સ્પેક્શન ઉપરાત. ડિઝાસ્ટર સહાય,સર્વે,ચૂંટણી વગેરે અનેક કામ માટે ફરજ બજાવે છે છતાં જો વ્યાજ બી પ્રશ્ માટે 38 38 વખત રજૂઆતો સામે મળતી મુદત …. મુદત અને મુદત

જામનગરના  260   મહેસૂલી કર્મચારીઓ હવે રાજ્યકક્ષાના આંદોલનને સમર્થન આપી 7 ઓક્ટોબરથી એકસાથે અચોક્કસ મુદતની રજા પર ઉતરવાની તૈયારીમાં છે. સરકારની ચીમકી અને કર્મચારીઓની અડગતા વચ્ચે હવે આગામી દિવસોમાં સરકાર અને મહેસૂલ કર્મચારીઓ વચ્ચેનો આ વિવાદ કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

રિપોર્ટ – ભરત જી.ભોગાયતા

પત્રકાર (ગવેર્મેન્ટ એક્રેડેટ)

B.sc.,,ll.b.,dny, Journalisam

8758659878

bhogayatabharat@gmail.com

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો