ઘોઘંબાના બોર ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: LCB પોલીસે રૂ. સાડા છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો.

તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પોલીસ એક્શનમાં આવી છે.ત્યારે ગોધરા LCB પોલીસે ઘોઘંબા તાલુકાના બોર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ.હરેશભાઈ દુધાત ના માર્ગદર્શન હેઠળ LCB PI એ.બી. વોરા ને દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી.જેના પગલે LCB પોલીસને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના બોર ગામના પીપળીયા ફળિયામાં રહેતા નાયકાભાઈ ચેમાભાઈ બારીયા એ વિદેશી દારૂનો જથ્થો પોતાના રહેણાંક મકાનમાં સંતાડી રાખ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે PSI એચ.આર. જેતાવત અને LCB સ્ટાફે બોર ગામે રેઇડ કરતા ઘરમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો: જેમાં માઉન્ટ 6000 બીયર ટીન – નંગ 998: કિં. રૂ. 2,37,524/-,લંડન પ્રાઇડ વ્હિસ્કીના ક્વાટરીયા – નંગ 336: કિં. રૂ. 1,07,520/-, અને ગોવા સ્પીરીટ વ્હિસ્કીના ક્વાટરીયા – નંગ 1200: કિં. રૂ. 3,14,400/- મળી કુલ 2534 નંગ બોટલ/ટીન અને કુલ કિંમત રૂ. 6,59,744/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી નાયકાભાઈ ચેમાભાઈ બારીયા વિરુદ્ધ દામવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો