જૂનાગઢમાં પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઇ

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમના સમાપન બાદ નરસિંહ મહેતા સરોવર થી સરદાર બાગ સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી. આ અવસરે  નરસિંહ મહેતા તળાવ ખાતે વિકસિત  ભારત  સંકલ્પ સેવા ચોકનું નામકરણ પણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે  સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ   જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા અને  નરસિંહ મહેતા સરોવર  થી સરદાર બાગ સુધી સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે  પૂર્વ મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના સંગઠનના પ્રભારી શ્રી અરવિંદભાઈ રૈયાણી એ પ્રાસંગીક  ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજથી ૨૫ વર્ષ પહેલાં આપણું ગુજરાત અને દેશ કઈ પરિસ્થિતિમાં હતા તથા કઈ દિશામાં ચાલતા હતા, તેનો ખ્યાલ આજની આ યુવા પેઢીને કદાચ નહીં હોય. ભૂતકાળમાં સમગ્ર ગુજરાતમાં અને વિશેષ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની અત્યંત ગંભીર સમસ્યાઓ હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે હોસ્પિટલમાં ૧ લાખ, ૨ લાખ કે અઢી લાખ રૂપિયા સુધીનો સર્જરીનો ખર્ચ કરવો એ અતિશય ચિંતાનો વિષય હતો. ભૂતકાળમાં યુવાનોને આગળ વધવા માટે અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવીને, છેવાડાના માનવી સુધી ‘અંત્યોદય’ના સંકલ્પ સાથે તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે આપણા દેશના  વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદી  છેલ્લા ૧૨ વર્ષથી સતત રાષ્ટ્રસેવા કરી રહ્યા છે. ગુજરાતના  આ ટ્રાન્સફોર્મેશન અને સતત વિકાસ યાત્રામાં આપણી યુવા શક્તિનો ફાળો સૌથી મહત્ત્વનો છે. ત્યારે તેમણે નાગરિકોને આ વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જવા  અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં  સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક નિહાળ્યું હતું.  વંદે માતરમ્ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કર્યું હતું. આ પ્રસંગે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે અગ્રણી નારી શક્તિનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ,ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ,ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી,  જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૈાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આઈ. આર. વાળા,ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી ,દંડક કલ્પેશભાઈ  અજવાણી,  જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૈારવભાઈ રૂપારેલિયા , જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી જીજ્ઞાબેન વ્યાસ,  વંદનાબેન મકવાણા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો