તેજસ્વિની સંસ્કૃતિ ધામ સહિત ડાંગમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી PM મોદીના 25 વર્ષના રાષ્ટ્રસેવા પ્રવાસને અભિવાદન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભારતના વિકાસ અને વૈશ્વિક ગૌરવને નવી દિશા આપનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના 25 વર્ષના ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવા પ્રવાસ તથા જન્મદિવસના પાવન અવસરને વિશેષ બનાવવા ડાંગ જિલ્લામાં આશીર્વાદનો દીવો કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 17 સપ્ટેમ્બરનારોજ સાંજે 7 વાગ્યે તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે શિવાશ્રય તેજસ્વિની કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. બાળાઓએ સ્વાગતગીત રજૂ કરી વાતાવરણને ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ગુંજાવી દીધું હતું.

બ્રહ્મવાદિની પ.પૂ. ડૉ. હેતલદીદીના સાનિધ્યમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો હતો. દીવાના પ્રકાશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પ્રત્યેનો સ્નેહ, શુભેચ્છા અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વૈદિક પદ્ધતિથી સંસ્કૃત ગીત દ્વારા વડાપ્રધાનના જન્મદિવસનું અભિવાદન કરી તેમના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ શક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં એડિશનલ કલેક્ટર  પરમાર સાહેબ, નાયબ મામલતદાર રાજદીપભાઈ, વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, રેવન્યુ તલાટી કૃણાલભાઈ તથા DGVCL સાપુતારાના એન્જિનિયર ઉજાજભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ડાંગ દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ માત્ર એક સ્થળ પૂરતો સીમિત રહ્યો નહોતો. વૈદેહીધામ ખાતે સાધ્વી યશોદા દીદી, બરમ્યાવાડ ખાતે પૂજ્ય પી.પી. સ્વામી, શબરીધામ ખાતે સ્વામી અસીમાનંદજી, અર્ધનારેશ્વર ખાતે અનેકરૂપી મહારાજ સહિત ડાંગ જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ પણ દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું હતું.

ડાંગના વિવિધ ગામોમાં શ્રી ગોવિંદભાઈ ધોળકીયા દ્વારા સ્થાપિત હનુમાનજીના મંદિરોમાં પણ ‘આશીર્વાદનો દીવો’ ઉત્સવભાવપૂર્વક ઉજવાયો હતો. પરિણામે આ પાવન અવસરે સમગ્ર ડાંગ અનેક દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત દેશ સતત વિકાસના નવા શિખરો સર કરે અને વિશ્વ ફલક પર ભારતનું ગૌરવ વધુને વધુ વધે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો