થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો.

થરામાં નગરદેવીશ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો.*ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય-મનોરંજન- કોમી-એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધપર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે.નવરાત્રિ એટલે શકતી-ભક્તી અને આરાધના નુ પર્વ.આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબા અને ભવાઈ વેશ થકી મા શક્તિના ગુણ ગાન ગાય છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે નર-નારી, યુવક-યુવતીઓ ચાચર ચોકની મર્યાદામાં પહેરવેશ સાથે ગરબી-ગરબા રમે છે.શ્રીમાઈ મંડળના ભાવિક ભક્તો વર્ષો થી પેઢી દર પેઢી નગર દેવીશ્રી બહુચર માતાજીના ચાચર ચોકમાં પરંપરાગત ભવાઈ રમે છે.જેમાં વેલ એજ્યુકેટેડ મોટા ભાગે શિક્ષકો અને વહેપારીઓ દ્વારા આ ભવાઈમાં વંશ પરંપરાગત પાત્ર ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે.ચાચર ચોકના ભવાઈ વેશ કલાકારો ની આસો સુદ-૮ ની ભવાઈ જોવા થરા નગરથી ધંધા- રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમની ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે. કલાકારોની કલાના કામણના વાહવાહ કરે છે. આજરોજ સંવત ૨૦૮૨ ના આસોસુદ-૮ ને સોમવાર ની “ભાથીજી મહારાજ અને કંકુબાનો કંથ”નામની ભવાઈ વેશના કલાકારોમાં નાગ દેવતા-બચુભાઈ નાઈ, ભાથીજી મહારાજ- આશુતોષભાઈ જોશી, હાથીજી-હરેશભાઈ પ્રજાપતિ (શિક્ષક), દિલેર જંગ-મુકેશભાઈ દરજી, કંકુબા-મુકેશભારથી ગૌસ્વામી,કંકુબાના પિતા ભુપતસિંહ -જયંતીભાઈ નાઈ (ખજુમલ), કચ્છ વાગડનો વાદી-જોષી ભરતભાઈ મફાભાઈ સહીત જોઈતાભાઈ પ્રજાપતિ,લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી તથા અનેક ભક્તોએ પાત્રો ભજવી નગરજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા.થરા સ્ટેટમાજી રાજવી દરબાર ગઢ પરિવાર, શ્રીમાઈ મંડળ ના રાજુભાઈ સોની, પૂજારી મેહુલભાઈ દવે ઝેરડાવાળા, જોઈતાભાઈ પ્રજાપતિ, ચંદ્રેશ સોની,ભુપેન્દ્રભાઈ સોની, ગૌરાંગ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ, હરીભાઈ સોની,લોક સાહિત્યકાર દિપકભાઈ જોષી સહિત માતાજીના અનેક ભક્તોનો અનોખો સહયોગ રહે છે.

નટવર કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો