દિયોદર માનપુરા (ધુ) નર્મદા કેનાલમાં કોન્ટ્રાકટર નો આપઘાત સાથી મિત્રો નો બચાવ 

બંને મિત્રો બાઇક લઈ નોખા ગયા હતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

 

દિયોદર માનપુરા (ધુ) નર્મદા કેનાલમાં કોન્ટ્રાકટર નો આપઘાત સાથી મિત્રો નો બચાવ

oplus_0

પ્રતિનિધિ : દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ

 

*કેનાલમાં ઝંપલાવવાનું કારણ અંકબંધ ? મિત્ર બેભાન હાલતમાં મળ્યો ૧૦૮ દ્વારા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો

 

*બીજા દિવસે કેનાલ માંથી મૃતક ની લાશ મળી યોગ્ય તપાસ કરવા પરિવારજનો ની માંગ

 

દિયોદર તાલુકાના માનપુરા (ધુ) નર્મદા કેનાલ માંથી લીલાધર ગામના એક પ્રાઇવેટ કોન્ટ્રાકટર ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં સાથી મિત્ર પણ કેનાલ પાસે બેભાન હાલતમાં મળતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે કેનાલમાં કેમ? ઝંપલાવ્યું તેને લઈ સમગ્ર કિસ્સો ટોપ ધ ટાઉન બન્યો છે પરિવારે પોલીસ યોગ્ય તપાસ કરે તેવું માંગ કરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના લીલાધર ગામે રહેતા મુકેશભાઈ બારોટ પ્રાઇવેટ કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે તેમના સાથી મિત્ર ફોરણા ગામના જયંતીભાઈ પુંજાભાઈ સાથે બાઇક લઈ નોખા ગામે કઈ કામ અર્થ ગયા હતા જેમાં મોડી સાંજે ઘરે પરત ફરતી વખતે મુકેશભાઈ બારોટ કેનાલ પાસે ઉતરી કેનાલમાં ઝંપલાવ્યું હતું જે બાબત ની જાણ દિયોદર ૧૦૮ ને કરતા ૧૦૮ એમ્બ્યુલસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથી મિત્ર કેનાલ બહાર બેભાન હાલતમાં હોવાથી સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ મીડિયા સમક્ષ કઈ પણ કહેવા નો ઇનકાર કર્યો હતો જો કે બીજા દિવસે સવારે પરિવારે થરાદ ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાનો એ કેનાલ માંથી મૃતક ની લાશ ને બહાર કાઢી હતી અને લાશ ને પી એમ અર્થ દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે બાબતે પરિવારે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હાલ એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે જો કે એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે ક્યાં કારણસર કેનાલમાં ઝંપલાવ્યું તે દિશામાં સત્ય તપાસ કરવા પરિવારે માંગ કરી છે

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો