પાટડીના વાલેવડામાં ધાર્મિક આસ્થા પર પ્રહાર: ત્રણ મઢમાંથી રૂ. 45 હજારના 34 ચાંદીના છતરની ચોરી, સ્થાનિક મહિલા CCTVમાં કેદ

તા.17/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગામની જ એક મહિલા મંદિરોને લક્ષ્ય બનાવીને ચાંદીના છતર ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાલેવડા ગામમાં આવેલા ત્રણ અલગ-અલગ માતાજીના મઢને નિશાન બનાવી મહિલાએ કુલ રૂ. 45,000ની કિંમતના 34 ચાંદીના છતરની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામના જ ત્રણ મઢમાંથી થઈ ચોરી

મળતી માહિતી મુજબ, વાલેવડા ગામમાં આવેલા કુટુંબી મઢોને તસ્કરે નિશાન બનાવ્યા હતા. જેમાં કિરણ સુખા વાઘેલાના કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાંથી સૌથી વધુ 17 ચાંદીના છતર ચોરાયા હતા. અને લાલજીભાઈ હજુરભાઈ કલાડીયાના ચામુંડા માતાજીના મઢમાંથી 11 ચાંદીના છતરની ચોરી થઈ હતી તથા નખાજી રેવાજી નદીસારીયાના કુટુંબના મેલડી માતાજીના મઢમાંથી 6 ચાંદીના છતર ગાયબ થયા હતા. આમ, ત્રણેય મંદિરોમાંથી મળીને કુલ 34 ચાંદીના છતર આશરે કિંમત રૂ. 45,000 ચોરાયા હોવાની વિગતો સામે આવી છે. આ ચોરીની ઘટના બાદ જ્યારે મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. વાલેવડા ગામની જ શારદાબેન ચંદુ નદીસારીયા નામની મહિલા મંદિરમાં ચોરી કરતી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. શંકાસ્પદ હિલચાલ અને ચોરીના પુરાવા મળતા જ આ મહિલા વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેસની વધુ તપાસ દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વી. આઈ. ખડીયા ચલાવી રહ્યા છે. પાટડી પંથકમાં મંદિરોમાં ચોરી થવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાની ઘટનાઓ બની ચૂકી છે પાટડી ચાર રસ્તે આવેલા સેધોય માતાજીના મંદિરની દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. અને નાના ગોરૈયા ગામે આવેલા આ મંદિરમાંથી હનુમાનજી દાદાનો મુગટ, 1 મોટું ચાંદીનું છત્ર, 5 નાના છત્ર, બે હાથના કડા, પગના તોડા અને કાનના કુંડળ સહિત કુલ 750 ગ્રામ ચાંદીના આભૂષણો તેમજ દાનપેટીમાંથી રૂ. 5,000 રોકડા મળીને રૂ. 1,30,000 ના મુદ્દામાલની ચોરી થઈ હતી. અવારનવાર મંદિરોને નિશાન બનાવતી ચોરીની ઘટનાઓને પગલે શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે મહિલા આરોપીની ધરપકડ કરી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો